#Kavyotsav_2
#કાવ્યોત્સવ_૨
#પ્રેમ
કંટકો વચ્ચે ખીલેલા એક ગુલાબની જેમ..
જાણે શું હતું જે હદયને સ્પર્શી ગયું ?
વહેલી સવારે બનતા ઝાકળ બિંદુની જેમ ..
જાણે શું હતું જે અંતર ભીંજવી ગયું ?
ઉત્કંઠા નહોતી આટલી ક્યારેય આવી..
જાણે શું હતું જે ભીતરે પજવી ગયું ?
હ્દય અને મનમાં ઘર્ષણ ગજબનું ભાળ્યું,
જાણે શું હતું કે એમાં હદય જીતી ગયું ?
ઇશારા એ શબ્દો થકી અનુભવ્યા મનમાં,
જાણે શું હતું જે ઘાયલ કરી ગયું ?
અત્યાર સુધી જે હતા અજનબી આ ભીડમાં,
જાણે શું થયું જે એને ખાસ બનાવી ગયું ?
ડો.સેજલ દેસાઈ
સુરત