#KAVYOTSAV -2
હેતની હેલી...
કારણની રાહ કેમ જોવું હેત વરસાવવા માટે ?
એમ તો દરિયા સમ જીવન ટૂંકુ પડશે જીવવા માટે.
ભર વસંતમાં આવી ગઈ હતી પાનખર આપણા પ્રેમમાં,
છતાં તારા હેતનું ઇન્દ્રધનુષ બન્યું પ્રેમ આપવા માટે.
ભલે મળ્યો વિરહ ને સંબંધની સુવાળપ થઈ ઓછી,
છતાં સમય ત્યાં થંભાવીને રાહ જોતો ઊભો હતો તારા હેત માટે.
ચારેબાજુ ભલે ધુમ્મસ ફેલાઈ ગયો તારી યાદનો,
છતાં તારી યાદો બેશરમ બની હતી મને જીવાડવા માટે.
આખરે પ્રેમ છલકાયો ને મીઠું મધુરું મલકાયો એકબીજાની યાદમાં,
છતાં આંસુ ઉભરાયા અને આપણે ફરી વહ્યા લાગણીમાં પ્રેમ માટે.
આજે ખબર પડી મને આપણા પ્રેમની તાકાત શું છે ?
એક આસ બનીને રહ્યો એ ભીતર આપણા મિલન માટે.
આપણે માનીએ આપણું સહઅસ્તિત્વ કેટલું અમૂલ્ય છે,
એટલેજ હેતની હેલી વરસાવતા રહીશું આ સંસારમાં એકમેક માટે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...