જીવનપાથેય હરહંમેશ બક્ષતા સંસ્કાર આપણા.
મૂલ્યો સદાય જીવનમાં રક્ષતા સંસ્કાર આપણા.
ઘરથી શરુ કરીને સમાજ સુધી દ્રષ્ટગોચર થતા,
આચરણમાં પ્રત્યેક પળે દેખાતા સંસ્કાર આપણા.
માતપિતાના આદરથી સર્વ વડિલોના સન્માનમાં,
વિચારથી આચાર સુધી ગણાતા સંસ્કાર આપણા.
સદગ્રંથોને સત્પુરુષોના સાનિધ્યમાં સહજ સુલભ,
પ્રતિપગલે જે સંસ્કૃતિને પોષતા સંસ્કાર આપણા.
વ્યક્તિથી સમાજને સમાજથી સર્વત્ર વ્યાપ એનો,
જીવન ઘડતર કેવું સૌનું એ કરતા સંસ્કાર આપણા.
માતપિતા, ગુરુજનો, સોબત કે પુસ્તક વાચને કદી,
પ્રવેશી મનમાંને શનૈ: અંકુરિત થતા સંસ્કાર આપણા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '