Gujarati Quote in Poem by Shweta Talati

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Kavyotsav 2

ગઝલ - જો....


એક યાદોના એ નગરને જો,
ફક્ત તારી જરા કસરને જો

આંખની દૃષ્ટિ ખોઈ બેઠો છે;
અંધના મનની એ નજરને જો

હોય છે ચાર ભીંત વચ્ચે કેદ,
સ્ત્રીના જીવનની એ સફરને જો.

ગાય છે એક એક ખૂણો ગીત,
જીવતા એ જ મારા ઘરને જો

પ્રેમથી કહું તો એ બધું માને,
પ્રેમની કૈંક એ અસરને જો.

મારી સાથે જ એ સદા ચાલે
એ અજાણી કોઈ ડગરને જો

- શ્વેતા તલાટી

Gujarati Poem by Shweta Talati : 111162311
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now