#Kavyotsav -2
તો ભારત બચી જશે...
તું કંઈ કરી બતાવ તો ભારત બચી જશે
તીખું લખી જગાડ તો ભારત બચી જશે
નેતાની જેમ ફક્ત તું પોકળ વચન કહીશ ?
સાચું કહી જતાવ તો ભારત બચી જશે
પરદેશમાં ઘણું, ગયું છે નાણું દેશનું
પાછું બધું લવાય તો ભારત બચી જશે
દુશ્મન બની ને દેશમાં જે રહે છે ને બધા
તે ને અગર નસાડ તો ભારત બચી જશે.
કાશ્મીરી, ગુજરાતી, મરાઠી, બિહારી શું ??
હિન્દુ છું તું જણાવ તો ભારત બચી જશે
નાદારી નોંધી ભાગી જનારા ઘણા હશે
સૌને સજા અપાય તો ભારત બચી જશે
ઓફિસરો જે ભ્રષ્ટ છે ,કાળા કરે છે કામ
પદભ્રષ્ટ જો કરાય તો ભારત બચી જશે
-શ્વેતા તલાટી