#KAVYOTSAV -2
ભીતરનો ખળભળાટ...
ભીતરના ખળભળાટને તું ખાળી શકીશ નહિ,
ઈચ્છીશ તોય એ રાઝ તું કળી શકીશ નહિ !
મંદિર મસ્જિદના પગથીયા ઘસ કે દોરા ધાગા કર,
પણ એમ ઈશને ભીતરથી તું પામી શકીશ નહિ!
હૈયાની હાટડી લગાવીને બેઠા છે સૌ કોઈ અહીં,
તોય પાનખરમાં વસંતને તું લાવી શકીશ નહિ!
ભલેને સપનાઓથી ઝગમગ થતી આ દુનિયા,
પણ દિવસે ચાંદ - તારા તું ભાળી શકીશ નહિ!
વેશ ધરીને અદાકારી કરતા લોકોની આ દુનિયામાં,
આડંબર કર્યા વિના આમ તું જીવી શકીશ નહિ!
શેફાલી શાહ