# Kavyotsav 2
સ્વપ્નના જગમાં જીવાતું હોત તો ?
દૂર હકીકતથી ભગાતું હોત તો ?
પ્રેમ મારે જેમ નફરતના મૂળો
તેમ દુઃખોને મરાતું હોય તો
મુક્ત પક્ષીઓ ઉડે છે આભમાં
મુક્ત થઇ મારે ઉડાતું હોત તો ?
હારવું હંમેશ ના ગમતું મને
ભાગ્ય સામે ખુદ જીતાતું હોત તો ?
નિલકંઠે વિષ પીધું જાણીને
તેમ સઘળાથી પીવાતું હોત તો ?
ભાવ બહુ છે પણ હ્રદય કોરું છે તોય
કોઈથી થોડું પલળતું હોત તો ?
જેમ ચહેરો કાચમાં દેખાય છે
તેમ અંદરનું કળાતું હોત તો ?
ખુશ કરવા દિલને કારણ શોધું છું
ખાલી ખાલી ખુશ થવાતું હોત તો
-શ્વેતા