સાદ પડ્યો આંગણે, ઉઘાડો બારણા,
લક્ષ્મી આવી છે, લઈ લો ઓવારણા,
સ્નેહની દોરીઓને અંગુઠામાં પરોવીને,
હેતથી હિંચોળી હવે ઝુલાવો પારણા.
સપનું હતું તારું કે અમીર થવું છે તારે તો,
લે હવે દીકરી રૂપે, સાચી પડી એ ધારણા.
ઉત્સવ તો જીવનમાં ઉજવ્યા છે તે ઘણાં,
કદીયે ના ટકશે કોઈ, આવા સંભારણા.
જતન કરજે જાનકીના હૈયાના હેતથી,
વસમા એ લાગશે વૈદેહીના વળામણા.
- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ