Gujarati Quote in Poem by ધબકાર...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2


એક તમે ને...


બાપ રે..! માઝા મુકી છે તમે તો મારા જીવનમાં..
શું કરશું ? સાવ માથેજ પડ્યા છો, એક તમે ને તમારી આ પ્રજા...

તમારા બધાની રજા તો હમેશાં થાય છે મારી સજા,
મારે તો છે બેઉ સરખા, એક તમે ને તમારી આ પ્રજા...

રજાના દિવસે અઘોરી બની ઘોર્યાં કરો બિસ્તરમાં,
વારંવાર ઊઠાડું તો સંભળાવો કે બગાડી મારી રજા, એક તમે ને આ તમારી પ્રજા...

જેવું પોતું મારું એવા કામ સુજે આખા ઘરમાં,
કાને ના ધરો વાત મારી ને પગલાં પાડી કહો જાજા, એક તમે ને તમારી આ પ્રજા...

ચોખા તો મેં ય પૂજ્યા હતા આખા જઈને દેવાલયમાં,
તોય જો ને..પેલી રમલીને કેવી મજા ને મને જ બધાથી સજા, એક તમે ને તમારી આ પ્રજા...

જીવ બળે બાજુવાળા લાલભાઇને કામ કરતા જોઈ ઘરમાં,
રમલી એની ફૂલફટાક ને મને જ ઢસરડાની સજા! એક તમે ને તમારી આ પ્રજા...

તોય...
સાંજ પડતાંજ તમે મને જાઓ ભોળવી પ્રેમમાં,
રાણી જેવા સપના બતાવી બની જાઓ જ્યારે રાજા, એક તમે ને તમારા પ્રણયની મજા !

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Poem by ધબકાર... : 111160899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now