તમામ દુઃખ દર્દને નિવારે છે હાસ્ય.
ચહેરાને હરહંમેશ નિખારે છે હાસ્ય.
પ્રસન્નતા મનની પરમેશને આવકારે,
ઇશ્વરની હાજરીને વિચારે છે હાસ્ય.
ખંજનો ગાલનાં હાસ્યે પ્રગટી જતાં,
સૌ મિત્રોને સદા આવકારે છે હાસ્ય.
હળવાશ મનની રાહને ચીંધાડનારી,
મસમોટા પ્રશ્નોને ઉકેલાવે છે હાસ્ય.
હસો ખૂબ હસો મનોરંજન મેળવી,
ખુદ મનને પણ ખૂબ ફાવે છે હાસ્ય.
હસનારને સૌકોઈ સથવારો પૂરાવે,
નિર્દોષતા સંગ એ દીપાવે છે હાસ્ય.
ના કોઈને દુઃખ પહોંચવું જોઈએને,
આશાવાદ નવીન જન્માવે છે હાસ્ય.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '