પ્રેમની પગથારે
ગયો હું કોલેજ સાવજ કેરો, બની પ્રથમ દિન,
નજર મારી પડી એકાએક , હું થયો તલ્લીન;
બધુ કોલાહલ થયું શાંત, વિશ્વ થયું ગમગીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.
હિંમત જુટાવી કરી વાત, પછી એક દિન,
મિત્રો મને જોઈ ગયા, કર્યો ક્રિએટ સીન;
કરવા ગયા'તા માત્ર કલેવો,મને સમજ્યા રંગીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.
સમય જતાં બની એ, મારા હૈયાની ડીન,
યારોએ ફુલેકે ચડાવ્યો, નથી લાગણી હીન;
ધીરે વાતચીત વધતી ગઈ, બન્યો એનો જીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.
સંગ હોવ ત્યારે સમજુ, પોતાને Bruce Wayne,
યારો કહે થયું ઘણું, પૂછ હવે Mr. Keen;
લાગે છે મને હવે, જગત આખું રંગીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.
કરી સાહસ નું નિરૂપણ, ફૂંકી દીધું બીન,
નકાર આવ્યો'તો બનીશ, પ્રગાઢ શાંતિમાં લીન;
હકાર આવ્યો'તો થઈશ, પ્રથમ પ્રયત્ને વીન,
ભૂપતિ સમો આ ભાઈ! ,બન્યો ત્યારથી દીન.
#Kavyotsav2
#કાવ્યોત્સવ૨