એ આંબા પર બેઠેલી કોયલ નું મધુર સંગીત...
એ બગીચાના ફૂલોની મહેક....
એ પકડા-પકડીની રમતનો શોર...
એ અંધારામાં દેખાતા તારા હજુ મને યાદ છે...
વાગેલા કાંટા કરતા તોડેલા બોરની મીઠાશ
હજુ મને યાદ છે...
ભર બપોરની ગરમી ભૂલી એ રખળપટ્ટીના રસ્તા
હજુ મને યાદ છે...
નિશાળેથી છૂટ્યાનો,
તૂટેલા બેટથી રમ્યાનો,
રમવાની જલ્દીમાં અડધું જમ્યાનો આનંદ..
હજુ મને યાદ છે..
ચડતા,પડતા અને રડતા પછી એકબીજા સામું જોઈ જોરજોરથી હસતા..
એ હાસ્યની કોમળતા હજુ મને યાદ છે...
એ ઢળતી સાંજ,ધીમા પગલાં અને ખોટી હોશિયારી ભરી વાતો એ ખોટી વાતોની સચ્ચાઈ હજુ મને યાદ છે...
આ યાદો હવે ધીરે ધીરે ભુલાઈ છે...
બસ એક યાદ બનીને જ રહી જાય છે...
હવે એ જિંદગી રોજ રોજ ક્યાં જીવાય છે...
BHAVESHSINH
#KAVY0TSAV -2