Gujarati Quote in Poem by Dr Riddhi Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી ઘરની મહેક


ફુલ ગયું ને એની ફોરમ રહી ગઈ,

       જાણે દીકરી ગઈ ને યાદો રહી ગઈ.

ગાજતુ હતું ઘર એના કાલાઘેલા શબ્દોથી,

       તેના ઈશારે ચાલતી એ ઘડી થંભી ગઈ !!

પિતાની તો પ્યારી ને મૈયા ની એ દુલારી,

       ભાઈ સાથે લુકાછુપી માં તો વધતી  એની ખુમારી.

ઘર ના ખુણે ખુણે મહેકતી એની યાદોની સુવાસ,

       કેમ કરીને થશે એને  આદત પરાયા સૌની ??

રૂઠેલા સૌને તો એ પ્રેમથી લેતી મનાવી,

       પાપાના પ્યારા હુકમને તો સર આખો પર લેતી.

કેવી રીતે ભુલાય દીકરી તારી વિદાયની ધડી,

      પારકાને બનાવી પોતાના બનાવજે દુનિયા ન્યારી !!!


ડૉ.રિધ્ધી મહેતા

     
        . *.       *.       *.       *.         *.

Gujarati Poem by Dr Riddhi Mehta : 111160129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now