રવિવાર છે વાર મઝાનો.
રવિવાર છે વાર રજાનો.
ના શાળા કે ઓફિસ હો,
ના કાર્યભાર હોય ત્યાંનો.
બાળકોને રમતગમતને,
માતપિતાને હો મહેમાનો.
મોડાં ઊઠે ઊંઘ ઝાઝેરી,
જાણે આરામનો પરવાનો.
સાંજ પડે બહાર જવાનું ,
ભલે હોય મોટો કે નાનો.
સૌ સાથે ભેગા મળતાંને,
પાઠ શીખવે જે એકતાનો.
ચૈતન્ય જોષી પોરબંદર.