ક્રષ્ણ-સુદામા
શ્રી કૃષ્ણ-સુદામા, મૈત્રી જગ આખા ને યાદ છે..
એક ગરીબ બ્રાહ્મણ, બીજો દ્વારકા નો નાથ છે....
એક મુખે શ્લોક, બીજા ને સુદર્શન હાથ છે...
પણ ભક્ત ને ભગવાન કાયમ સાથ છે...
પ્રભુ ભક્તિ સીવાય સુદામા કંઈ લખે નહી...
સંસારની સુખ સુવિધા એ ઝંખે નહી....
પણ સાથે સુદામાની બીજા જીવ બંધાય છે...
પત્ની ને બાળકો ના દિવસો પણ ભુખ્યા જાય છે..
મા બાળકો ની તકલીફ સહી શકે ના...
ટળવળતા બાળકો જોઈ સુખે રહી શકે ના...
એક દિવસ કીધું સુદામાને, "જાઓ નાથ કૃષ્ણ પાસે.."
જગત પાલનહાર કંઈ તો કરશે, એવી અમર આશે...
પડોશ માંથી લાવી મુઠ્ઠી ચોખા, રાંધી દે છે...
ફાટેલી પોટલી મા પોતાની આખી ગરીબી બાંધી દે છે...
સુદામા કહે હું જાવ, પણ કંઈ યાચુ નહી...
ભગવાન માની પુજ્યા છે, ભૌતિક કંઈ માંગુ નહી....
સુદામા પહોંચી ગયા દ્વારકા ને દ્વાર....
કૃષ્ણ ઓળખશે કે કેમ?,એવા પ્રશ્નો ની ખુંચે કટાર...
ખબર મળી કૃષ્ણ ને , સુદામા નામે તમને કોઈ પુછે છે....
ત્રણ લોક નો નાથ ખુલ્લા પગે દોટ મુકે છે...
વર્ષો પછી મળ્યા મીત્ર ભર બજારે ભેટે છે..
અમીર ગરીબ ના ભેદ આજે બહુ છેટે છે...
અશ્રુ જળે શ્રી કૃષ્ણે સુદામા ના પગ ધોયા....
મોહને ક્ષણ મા સૌના મનડા મોહ્યા...
સુદામા પોટલી તાંદુલ ની કૃષ્ણ થી છુપાવે છે...
જોઈ કૃષ્ણ એ , મનો મન મલકાવે છે...
સુદામાના હાથ માથી કૃષ્ણે તાંદુલ જટી લીધા..
એક મુઠ્ઠી તાંદુલે જીવન આખા ના દુઃખ હરી લીધા...
હવે વધુ તાંદુલ રુક્મિણીજી ખાવા દે નહી...
સુદામા સીવાય જગે બીજો કોઈ ધનવાન રે નહી...
ભગવાને ભક્ત નુ માન અકબંધ રાખ્યું...
કંઈ કીધા વગરજ સર્વસ્વ આપ્યુ...
મીત્રતા જીવન સંબંધો નો સૌથી અનેરો સ્વાદ છે...
શ્રી કૃષ્ણ સુદામાની મૈત્રી જગ આખાને યાદ છે...
from my book "જીવન મારી દ્રષ્ટિએ"☺☺☺
#કાવ્યોત્સવ2 .0