#KAVYOTSAV - 2
મનખો અટકચાળો...
ક્યારેક "હું" પણામાં અટવાતો,
તો ક્યારેક સૌને સાથે લઈને જાતો,
આ મનખો મારો છે અટકચાળો.
ક્યારેક અંધારે એકાંત ઝંખતો,
તો ક્યારેક સંબંધોની ભીડને શોધતો,
આ મનખો મારો છે અટકચાળો.
ક્યારેક દુઃખમાં અટકાતો,
તો ક્યારેક સુખની છોળો ઉછાડતો,
આ મનખો મારો છે અટકચાળો.
ક્યારેક પૈસા પાછળ ભાગતો,
તો ક્યારેક દાન ધર્મ કરતો,
આ મનખો મારો છે અટકચાળો.
ક્યારેક અસંતોષમાં ઘૂંટાતો,
તો ક્યારેક સંતોષનું સ્મિત કરતો,
આ મનખો મારો છે અટકચાળો.
ક્યારેક જિંદગીથી હારી જાતો,
તો ક્યારેક જીતની ખુશી મનાવતો,
આ મનખો મારો છે અટકચાળો.
શેફાલી શાહ