Gujarati Quote in Story by Dhruti Dave

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*" ખરાબ થશે નો ડર નુકશાન પહોંચાડી શકે છે "*

કેવિન પોતાના માબાપને પોતાના પ્યારને દુઃખ દઈ શકે છે તો એ પોતાનું ધાર્યું કરવા કંઈ પણ કરી શકે. કોઈ પણ હદ સુધી જઈ શકે અને કોઈ પણ ને નુકશાન પહોંચાડી શકે. કેવિન લાલચું છે તેને પોતાની ઈજ્જત અને પૈસા થી વિશેષ બીજું કશું નથી. જેથી કેવિન પોતાના માબાપને કોઈ પણ પ્રસંગમાં જવાની ના કહે છે ત્યાં જઈને શું કરશો પૈસા ખર્ચાશે એવી વાત કરી એ રોકી દે છે. કેવિન ખુબ જદ્દી જેથી તેના માતા-પિતા તેને ગમે તે કરવા દે છે. એકનો એક દીકરો હોવા ના કારણે કેવિન ની આ જીદ વધતી જાય છે. તે કોઈ પણ હિસાબે કંઈ પણ મેળવવા તૈયાર થાય છે. તે ચાપલૂસી કરી પોતાની ઓળખ બનાવે છે. તેં પોતાને ગમતું મેળવવા કંઈ પણ કરી શકે છે. કેવિનના જીવનમાં કાવ્યા આવે છે. કાવ્યા કેવિન ને સમજાવે છે. પણ કેવિને આજ સુધી બધું ચાંપલુસી થી મેળવ્યું હોવા ના કારણે તે પણ કાવ્યાને એવું કરવા કહે છે પણ કાવ્યા એ જે કંઈ પણ ઈજ્જત કમાણી હોય છે. તે મહેનતના આધારે કમાઈ હોય છે. સ્વઅનુભવ થી એ આગળ આવી હોય છે. કેવિનને તોછડી ભાષા જ ફાવે છે. પણ કેવિન પોતાના ફાયદા માટે રુપ રંગ બદલી નાખે છે. કાવ્યા ના વારંવાર સમજાવવા છતાં કેવિન ડરમાં જ જીવતો રહે છે. કે કોઈ તેને નુકશાન પહોંચાડશે તો ! માટે તે પોતાના ડરથી બચવા પોતાને જ નુકસાન પહોંચાડે છે. કાવ્યા સમજાવે છે કે ભવિષ્યમાં આપણી સાથે સારું ખરાબ શું થાય તે કહી શકાય નહીં. આપણે સારુ કરતા રહીએ તો સારું મળે. કાવ્યા હકારાત્મક વિચારો કરવા કેવિનને વારંવાર કહે પણ કેવિન ને ડર સતાવે કે કોઈ તેને પોતાના પરિવાર ને નુકશાન પહોંચાડશે તો બચવા કંઈ કરવું જોઈએ. એ વિચાર સાથે કેવિન કાલ્પનિક દુનિયામાં જીવ્યા કરે અને જે ભવિષ્યમાં થશે કે નહીં થાય તેની ખાતરી વગર બસ ખરાબ જ થશે. એ વિચાર ને આધારે જીવે અને પોતાને નુકશાન પહોંચાડે રાખે...ૐD

Gujarati Story by Dhruti Dave : 111159264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now