આવતા અતિથિને આવકારે પરિવાર મારો.
લક્ષ્ય ઊંચું હંમેશાં સ્વીકારે પરિવાર મારો.
સંપ, સલાહ, સત્યને સૌજન્ય હો આચારે,
આવતી આફતોને જે પડકારે પરિવાર મારો.
હેત હોય વર્તનમાં પ્રત્યેક સહજ ઉભરાતું ,
સૌનું હિત સદાય જે વિચારે પરિવાર મારો.
ત્યાગ, સેવાને સમર્પણ વ્યવહારમાં દેખાતાં,
બોલ્યું ચાલ્યું કદી ન ગણકારે પરિવાર મારો.
છત્રછાયા વડિલોની વડલા માફક શોભનારી,
મર્યાદાથી જીવનને શણગારે પરિવાર મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '