Gujarati Quote in Blog by Pragnesh Ladani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને એવી કયાં ખબર હતી કે :
"સુખ અને ઉંમરને" બનતું નથી ,
...પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ ..
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...!
"નાનું પણ ભયંકર વાક્ય"
આશ્ચર્ય છે ને કે રાવણને સળગાવતા પહેલાં આપણે જ એને બનાવીએ
દોસ્ત......
કેટલો ચાલાક હતો તું !!!
ગીફ્ટ માં "ઘડિયાળ" તો આપી ગયો....
પણ ત્યાર પછી!!!
"સમય"આપવા નું ભુલી ગયો!!!
માણસ પાસે બહુ રૂપિયો
થઇ જાય ત્યારે..
માણસ ''બહુરૂપિયો''
થઇ જાય છે...
"જીંદગી શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! "
❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે, સાહેબ
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી'
સાવ ડફોળ ના દાખલા સાચા પડે
અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે...
એનું નામ "જીંદગી"
સામેની વ્યક્તિ જરા વધું પડતી ભોળી હતી
એથીજ તમે ચતુર કહેવાયા .......
એ વાત ભુલશો નહી!!
સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..
ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની…
ભીંતો
એક બીજાને મળી,
ને ” ઘર ” બન્યું….
જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણે તો માનવી છીએ
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે
જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,
પણ
એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે.....
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.....
પણ
દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે..
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે..
અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહમાં,
ભરાય છે દિલમાં
અને
છલકાય છે આંખમાં..
એ નદી હતી....
પાછળ કોઈ દિવસ વળી નહી,
હું સમુદ્ર હતો ....
આગળ કોઈ દિવસ વધ્યો નહી.
લાગણીઅોની હત્યાનો આક્ષેપ કોના કોના પર લગાવું..
મને જ શોખ હતો સમજદાર બનવાનો.
હળવાશથી કહેશો
તો કોઈની જોડે
કડવાશ નહિ થાય
ધીરજ એટલે,
રાહ જોવાની ક્ષમતા નહિ...
પણ,
રાહ જોતી વખતે સ્વભાવને
કાબુમાં રાખવાની ક્ષમતા..

Gujarati Blog by Pragnesh Ladani : 111158615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now