Gujarati Quote in Motivational by Parmar Bhavesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવી ઘણી વખતે અથાગ પ્રયાસો કરવા છતાં પણ સફળતાના શિખરો સર કરી શકતો નથી,અને ધીમે ધીમે નિરાશા માનવીને હતાશાના વંટોળમાં ફસાવી દે છે.કારણકે તેમણે સફળતા પામવા પ્રયાસો કેમ કરવા તે ખબર નથી અથવા તો તે પોતાની મહેનત ગોકળગાયની જેમ હળવે હળવે કરે છે.હું પણ એમ જ વિચાર તો કે પરીક્ષા આવે ત્યારે પછે વાંચી લેશું. પરંતુ એ બાબત હવે સમજમાં આવી કે થોડું વધારે વાંચન કર્યું હોત'ને તો આજ જ્યાં પણ છું તેનાથી કૈંક આગળ હોત. ધીમી મહેનત'ને કોઈ નાનકડી તકલીફ આવશે તો એ થોભી જશે.જેમ કે નદીના નિરવ વહેતા પ્રવાહ જેવી સ્થિતિ ધરાવતા લોકોના પ્રયાસો વિશે કહી શકાય કે આ પાણીના પ્રવાહને રોકવા માટે નાની અમથી આડી દીવાલ બનાવવામાં આવે તો એ ખુદ પાણી તેની મર્યાદામાં કેદ થઈ જશે,અને આજ પાણીનો પ્રવાહ તેજ ગતિથી પુર ધસમસતા વેગે આવતું હોય ને પછી આ વહેતી જળરાશીને અટકાવવા એકાદ નહીં બલ્કે પુરી સાત દીવાલો કેમ બનાવવામાં ન આવે છતાં એ ઉપરથી વહીને અંતે પોતાનો મારગ કરી નીકળશે.આમ જ જો પ્રયાસો કરવામાં દ્રઢ મનોબળ હોય તો પછે એક નહીં બલ્કે એક લાખ નાની અડચણો કેમ નથી આવતી,અને છતાં આપણે તેને વીંધી બહાર નીકળી જઈશું.
આવી જ રીતે માણસ પોતાની મર્યાદા ખુદ બનાવી લે છે. ધારે તો એ સ્વયં આ તમામ ધારણાઓ તોડી બહાર નીકળી પોતાનું શ્રેષ્ઠ કાર્યમાં કુશળતા દાખવી શકે છે.કૂવામાં રહેતા દેડકા કુવાની અંદર જ પોતાની દુનિયા સમજી લે છે.કારણકે તેને જ એ સર્વસ્વ માની લીયે છે.
માણસનું જો ઘડતર થતું હોય તો એ છે. માત્ર ને માત્ર તેના મસ્તિષ્કમાં ઉછળતા વિચારો જેમ સાગરમાં લહેરો ઉઠે તેમ મગજમાં ઉઠતો દરેક વિચાર સારો અને ખરાબ પણ હોય શકે.એ માત્ર ઉપયોગ કરતા પર આધારિત છે.કલ્પના કરો કે હજુ જો મોબાઈલ ફોન ન હોત તો?? ઘર'ને ઓફિસમાં હજુ ટેલિફોનની ઘંટડી રણકતી હોત. પરંતુ વર્તમાનમાં તો આંગળીના ટેરવે બધું થોડી ક્ષણોમાં હાજર કરનાર મોબાઈલ પણ સૌ પેલા તો કોઈનો એક અમસ્તો વિચાર જ હતો.
વર્તમાન હોય કે બનેલી ઘટના અથવા તો ભવિષ્યમાં જે પણ બનશે એ તમામ સ્થિતિ વિચારોનું એક પરિણામ છે.જેમ કમ્પ્યૂટર એક બીજા સાથે કનેક્ટેડ છે તેમ વિચારો પણ માણસ માણસ સાથે પરસ્પર જોડાયેલા છે. ક્યારેક આ બાબત આપણે અનુભવીએ છીએ. જેમ કે કોઈ સાથે વાતચીત કરતા હોઈએ. એવા સમયે જે બોલવા જઈએ તે પહેલાં સામેની માણસ તે શબ્દો બોલી નાખે છે.ત્યારે એટલું જ કહીએ છીએ. 'તમે તો મારા મોં ની વાત છીનવી લીધી'.સફળ-નિષ્ફળતા વચ્ચે કોઈ ભેદ હોય તો એ છે વૈચારિક દ્રષ્ટિકોણ.જે વિચારો થકી આપણાં મનમાં શબ્દો બોલવાના આવે તે શબ્દોએ કોઈનું અપમાન કર્યું હોય તો એ સામેના માણસના અંતઃકરણમાં નફરતની જ્વાળા સળગાવી મૂકશે.
છ ઇન્દ્રિયો દ્વારા તમે તે કંઈ ઈન્સ્ટોલેશન કરશો તે બસ એ મુજબ તમારા વિચારોનું સર્જન થશે.જેમ કે ખેતરમાં બિયારણ વાવ્યું નથી અને વરસાદ થાય તો તેમાં જાડી-ઝાખરા સિવાય કશું ઊગી નીકળવાનું નથી.એમ સારા પુસ્તકો વિચારો માટે એક મહત્વનું અસરકારક સાધન છે. Bhavesh d.Parmar

Gujarati Motivational by Parmar Bhavesh : 111158552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now