નવાં_દુઃખો#૮
૧. એક તો કોઈ દુઃખ વાંચતું નથી, લખું તો લાઈક ના કરે, ના લખું તો યાદ ના કરે, આથી વધુ શું દુઃખ હોય શકે ? હશે , લખવામાં બ્રેક રાખેલો.. બાકી દુઃખો નો હાફ ડે તો શું, નાનો શો લંચ બ્રેક પણ નથી હોતો..
૨. ફરી એક વાર જૂના દુઃખો સાથે,
ના કોઈ રૂઈ હૈ, ના કોઈ ગદ્દા હૈ
મેરી જિંદગી હૈ ક્યા, એક તુટા પલંગ હૈ...
એમ મોટે થી રાગડા તણાતી હું મારા આલીશાન બેડરૂમ માં , મોટામસ પલંગ માં ભર બપોરે આડી પડેલી.મારા દુઃખો પણ મારી જેમ પરગજુ છે એટલે આજે બીજા ના દુઃખ દુઃખી થવાનું નક્કી કરેલું.
આ મલાઈકા એના થી આટલા નાના ઉંમર વાળા અર્જુન જોડે લગ્ન કરશે ? મારું તો કંઈ દિમાગ જ કામ નથી કરતું ! અલી બઈ, હજી તો આ નવો તાજો ફિલ્મ બજાર માં આવ્યો છે. તારે એને આટલી જલ્દી આબાદ કરવાની શું જરૂર ? એને જાતે ઠોકર ખાવા દે, બરબાદ થવા દે , પછી તું એનો હાથ ઝાલજે ને ! ફોન કરી ને મારી ફ્રેન્ડ ને આ બધું કહ્યું , તો એ કહે કે તારે શું લાગે વળગે ? તારે મલાઈકા સાથે કશી ઓળખાણ ખરી ? મે કહ્યું હા , પચાસ ટકા ની છે. હું એને ઓળખું છું, બસ એ મને નથી ઓળખતી. તો ચિડાઈ ને ફ્રેન્ડ એ કહ્યું કે હા તો ફોન કરી ને કહે એને !! ત્યાર થી મલાઈકા ને વોટ્સએપ મેસેજ મૂક્યો છે, પણ બ્લુ ટિક થતી જ નથી. ને હું રાબેતા મુજબ દુઃખી !!