મુસીબતથી કદીએ ના ડરું, માનવ છું.
પગ પારોઠ કદીએ ના ભરું, માનવ છું.
છોને રસ્તો હોય અજાણ્યો પંથ કાપું,
આતમબળનું પાથેય ખરું, માનવ છું.
કર્મયોગી હું કર્મ કરવામાં માનનારો છું,
પ્રારબ્ધનો ના ભરોસો કરું, માનવ છું.
મંજિલ મારી મકસદ મારો છે અચળ,
યત્નો કરી સફળતાને વરું,માનવ છું.
છોને ઝંઝાવાત આવતા જીવનમાંહે,
મહેનતે નૂતન કેડી કંડારું, માનવ છું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.