#કાવ્યોત્સવ 2
મારી કમીઓને શોધને હું તો કાબિલ થઈ જઈશ,
પણ ક્યારેક હું પણ તને તારી કમીઓ બતાવીશને,
ત્યારે તું શું કરીશ ? ? ?
કેટલી નફરત ભરી છે તારા દિલમાં તો પણ તને જ હું ચાહીશ,
પણ તે કયારે વિચાર્યું છે કે હું પણ જો નફરત કરીશ,
ત્યારે તું શું કરીશ ? ?
તું ભાડાચિઠ્ઠીથી દિલ પર રાજ કરે મારી પાસે તો દિલનો દસ્તાવેજ છે,
તો બની શકે હું પણ તારી પાસે ભાડાચિઠ્ઠીનો પુરાવો માગું,
ત્યારે તું શું કરીશ? ?
કાયમ મારી ભુલો જ શોધ્યાં કરે છે તું હું તેને સુધારી લઈશ ,
આ વિશે નથી કહેતી કશું તને પણ જયારે હું તારી ભુલો બતાવીશને,
ત્યારે તું શું કરીશ ? ?
અમુક સવાલોના જવાબ કયારે નથી હોતા છતાં તું પુછે છે,
તો સમજી લે હું પણ કયારે તને તારા જ સવાલોના જવાબો માંગીશને,
ત્યારે તું શું કરીશ ? ?
બસ કેટલી વાતોમાં મૌન જરૂરી છે તું શૌર નહીં કર.
મૌનને જ બોલવા દે પછી જો હું પણ શૌર કરીશને સમજી લે,
ત્યારે તું શું કરીશ ? ? ?
તું પણ જાણે છે કે આમ હું કયારે નહીં કરીશ...
માટે તું મને સતાવે છે....
હું મૌન રહીશ છતાં તે બોલશે ત્યારે તું શું કરીશ? ?