*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે*
*ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...*
*૧.*
*ગરમીએ શેઠજીને દવા લેવડાવી,*
*નોકર તો રોજ લીમડો વાટીને પીતો.*
– પરીક્ષિત જોશી
*૨.*
*કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.*
*”કાળીના એક્કા જેવા.”*
– સંજય ગુંદલાવકર
*૩.*
*મારી પાસે ઘર હતું,*
*આજે પૈસા છે...*
– નિમેષ પંચાલ
*૪.*
*બપોરનો તડકો*
*જીવનમાં લાગેલી લાય કરતાય,*
*આજ મીઠો લાગ્યો!*
– તૃપ્તિ ત્રિવેદી
*૫.*
*એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,*
*એ ૧૧ કુંવારીકાને જમાડશે.*
- દક્ષા દવે
*૬.*
*વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.*
*આંખો જ બોલી છે વાંક કોનો!*
- દેવદત ઠાકર.
*૭.*
*પત્ની પિયર ગઈ…*
*ટીફીનમાં મનપસંદ મળ્યું.*
– દિવ્યેશ સોડવડીયા
*૮.*
*વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.*
*પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:*
*"મા ના ખોળે !!!"*
-પાર્મી દેસાઈ
JAY MATAJI......