#KAVYOTSAV -2
#પ્રેમ
તું આપીશને સાથ...!?
પ્રિયે ! ચાલને આજે એકબીજાને ફરી
વચન આપીએ...
જીવનના એ તબક્કામાં આપણે રોજ
હીંચકે ઝુલીશું,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?
ત્યારે તું હઈશ જવાબદારી મુકત અને
હું પણ હઈશ નિવૃત્ત...
હિંચકા ઉપર બેસી રોજ કરીશું પ્રેમભરી
એવી ગુફ્તગુ,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?
એક ઠેસ તું લગાવજે અને એક ઠેસ હું,
આમ કરતાં જ સહેલ કરીશું...
જૂની યાદો વાગોળીશું અને બાકી રહેલી
પળ જીવીશું ,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?
સપ્તપદીના એ વચન ફરી લઈ શું, અને
એને પ્રમાણિકતાથી નીભાવીશું...
એકબીજાની ભૂલોને ભૂલી નવી
યાદ બનાવીશું,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?
તારા શોખને હું અપનાવીશ અને
મારા શોખને તું...
એકબીજાની ટેકણ લાકડી બનીને જીવીશું
હું અને તું,
તું આપીશ ને તારો અવિરત સાથ..!?
પ્રિયે, જીવન ના એ તબક્કામાં જ્યારે
ભગવાનનું તેડું આવશે ખાસ...
અને છૂટી જશે આપણો સંગાથ...
વચન આપ ત્યારે પણ રહેશે
આપણો હીંચકા કેરો સંગાથ,
તું આપીશ ને આ વચન ખાસ..!?