Gujarati Quote in Poem by ધબકાર...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

#પ્રેમ

ભલે હું એકતારાનો સૂર ના બની શક્યો,
પણ તારા જીવનમાં "એક તારો" બની રહેવું ગમશે મને..!

ભલે હું તારી રચનાઓનો અર્થ ના બની શક્યો,
પણ તારા જીવનમાં "અર્થપૂર્ણ" બની રહેવું ગમશે મને..!

ભલે હું ઠંડક પ્રસરાવતો ચાંદ ના બની શક્યો,
પણ તું ચાંદની ને તારો "શિશિર" બની રહેવું ગમશે મને..!

ભલે હું પ્રેમનું અતૂટ બંધન ના બની શક્યો,
પણ તું પ્રેમિકા ને તારી લાગણીઓ બની રહેવું ગમશે મને..!

ભલે હું તારા હ્રદયનું બંધન ના બની શક્યો,
પણ તારા જીવનનો ધબકાર બની રહેવું ગમશે મને..!

ભલે હું તારા સાથનો હકદાર ના બની શક્યો,
પણ તારા શ્વાસમાં ભળી તારા બની રહેવું ગમશે મને..!

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Poem by ધબકાર... : 111157156
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now