#KAVYOTSAV -2
"લાગણી"
પૂસ્તકનું એક પાનું ખોલ્યું
મનના શબ્દોનો ખજાનો મળ્યો
બગીચામાં પુષ્પોને સ્પર્શ શું કર્યો !!
એ પણ સંકોચાઇને નજર ફેરવી ગયા
વિખરાયેલા પગલાં પર પગ મૂક્યો
વર્ષના ટીપાઓ પગલાં પણ ભીંજવી ગયા
લાગ્યું કે પક્ષીઓનો કલરવ સાથ આપશે
મૌનની વેદનામાં એ પણ વધારો કરી ગયા
હ્રદયના એક ધબકારને પ્રેમનો અર્થ પૂછ્યો
ત્યાં તો દિલમાં ભારોભાર લાગણીઓના મેળા રચાઈ ગયા!