Quotes by Vijita Panchal in Bitesapp read free

Vijita Panchal

Vijita Panchal Matrubharti Verified

@viju123
(13.2k)

કંઈ પણ જાતના વિચાર કર્યા વગર,
કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછ્યા વગર,
તમારા વિશે કોઈપણ જાતની ધારણા બાંધ્યા વગર,
તમારી બધી હકીકત પૂછ્યાં વગર,
જરૂર પડે ને તરત જેની હાજરી પહેલી હોય ને...
બસ, એ જ તમારો સાચો મિત્ર...

- Vijita Panchal🤝💛

Read More

સાચું ને ??

હા કહી દીધું છે ક્યારનું હવે પ્રપોસની શું જરૂર..?
આ શ્વાસ તારા નામે જ છે, કહેવાની શું જરૂર..?
છેલ્લું જ પાનું છે તું મારી ચોપડીનું,
તને ઉથલાવવાની કે ફાડવાની શું જરૂર..!!


- Vijita Panchal

Read More

લાગણીનો અહેસાસ જીવનભર ધબકવો જોઈએ,
પ્રેમનો દરિયો સતત વહેતો હોવો જોઈએ,
સંબંધ જો ગુલાબ જેવો રાખવો હોય તો,
સાથે એના કાંટાને અપનાવવાની તાકાત હોવી જોઈએ..

Read More

બારણું તો ક્યારનું ખુલ્લું જ હતું,

પણ તું આવવામાં મોડું કરે તો ક્યાંથી ચાલે..?


આંગળી તો પ્રેમની જ પકડી હતી મેં,

પણ તું મોહમાં જ ફેલાય તો ક્યાંથી ચાલે..?


અંતરમાં એક ખૂણો તારો જ હતો,

પણ તારે વિશાળ મેદાન જોઈએ તો ક્યાંથી ચાલે..?


હથેળીમાં ચાંદ બની ગયો હતો તું,

પણ તને આખું આકાશ જોઈએ તો ક્યાંથી ચાલે..?


દિલનું એક ખાસ કોરું કાગળ હતો તું,

પણ તને લખાયેલી ગઝલ જોઈએ તો ક્યાંથી ચાલે..?


કવિતાની વ્યાખ્યામાં માત્ર તું બંધાયો હતો,

પણ તને આખેઆખી મહેફિલ જોઈએ તો ક્યાંથી ચાલે..?


- વિજીતા પંચાલ✍️

Read More

મૃગજળ ઉપર આજે ક્યાંક માવઠાંની સંભાવના વધી છે,
શું આ ધરા પર આજે ગગનની લાગણીઓ ધબકી છે..??
🌧️🌩️⛈️

માણસને બિચારી એક જીંદગી મળે,
ને એમાં પણ એને કેટલી જીંદગી નડે..!
💛💛