Gujarati Quote in Religious by રામાશ્રય જ્યુબીલી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું સ્વીકારે કે ધિક્કારે, હું તને મળવાનો નિર્ણય મારો.
નીકળ્યો છું લૈ નામ તારું પાછો નૈ ફરવાનો નિર્ણય મારો.

યુગયુગથી છે ઝંખના મારી જગત્પતિ તને પામવાની,
હું તો તારા ચરણે અણનમ શિર ધરવાનો નિર્ણય મારો.

છે શરણાગતિ સર્વેશ્વર તારે સ્વીકારવી રહી આખરે,
હું આરઝૂ અંતરની અવિરત તને કહેવાનો નિર્ણય મારો.

થાક્યાં છે મુજ નયન કરીકરીને ચાતકી પ્રતિક્ષા તારી,
પરહરી નિમિષને એકીટશે દીદાર કરવાનો નિર્ણય મારો.

ભેદરેખા મારા-તારાની મિટાવવાનો અવસર છે નજદીક,
થૈને અંશ હરિવર હેતથકી તારામાં ભળવાનો નિર્ણય મારો.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Religious by રામાશ્રય જ્યુબીલી : 111156893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now