Gujarati Quote in Poem by Ashq Reshammiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2


આમ આંખ ના ઉલાળ છોરી
પાંપણને જરા નીચી રાખ તું
છાતીના ઉછાળાને કાબૂમાં રાખ,
અલી, માપમાં રે'જે!
હોય તું ગુલાબ હો ચંપો ચમેલી કે મોગરો
જુલ્ફો તણી લટોને
આમ સરાજાહેર લહેરાવ ના
અલી, માપમાં રે'જે!

મોહમાં ના પાડ જરી
ખુદ કદી મોહમાં ન અટવાતી
પ્રેમમાં મળે છે
દર્દ દગાઓ ને વેદનાના વંટોળિયા
અલી, માપમાં રે'જે!

જોબનિયું જાતા વાર નહીં લાગે
ને પછી દિલ પર છાતીનો ભાર અતિ લાગશે
જાળવ તું જીંદગીને
અલી માપમાં રે'જે!

લાગણીના અશ્વોને રાખ જરા કાબૂમાં
ને રહેવા દે હવે નહાવાનું સુગંધી સાબુમાં
પડ્યો જો ડિલ પરે ડાઘ જો
કદીયે નહીં ધોવાશે
અલી, માપમાં રે'જે!

આંખોમાં વસાવીને ફસાવી દે છે દુનિયા
મળશે તો માણશે ને ના મળ્યે આબરૂ ઉડાડશે
બડી ગજબની છે દુનિયા
અલી, માપમાં રે'જે!

Gujarati Poem by Ashq Reshammiya : 111156691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now