ગરમીના પ્રકોપથી બચવા ઠંડક જરુરી.
અનુકૂલન જીવનમાં સાધવા ઠંડક જરુરી.
વરસી રહી છે અગન આભેથી લગાતાર,
સામનો સત્વરે સૌએ કરવા ઠંડક જરુરી.
હોય ભલે વૃક્ષછાંયો કે એ.સી.નો સહારો,
'લૂ ' ની અસરને નિવારવા ઠંડક જરુરી.
હોય ઠંડાપીણાં કે શરબત લીંબુ તણુંને,
ઊકળાટ તનનો ટાળવા ઠંડક જરુરી.
પ્રસ્વેદ દેહનો અકળાવનારો જ હોવાનો,
મનનો મૂડ પરત લાવવા ઠંડક જરુરી.
ઉનાળાના અતિરેકે વૈખરી વદાઈ જતી,
પરાને જીહ્વામાં સ્થાપવા ઠંડક જરુરી.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર..