થઈને માનવ કૈંક સારું કરી છૂટવાનો નિશ્ચય મારો.
થઈને માનવ સમાજને સારું ધરવાનો નિશ્ચય મારો.
વધી રહ્યું છે વેર વૈમનસ્ય આજે માનવ માનવમાં,
થઈને માનવ સ્નેહસેતુ સદા બાંધવાનો નિશ્ચય મારો.
બને એક માનવજાત તો ઘણું સારું થાય ચોક્કસ,
થઈને માનવ એકતા સૌમાં લાવવાનો નિશ્ચય મારો.
નથી અપેક્ષા રહી કદી દેવ કે પરમેશ્વર બનવાની,
થઈને માનવ પ્રામાણિકતા આચરવાનો નિશ્ચય મારો.
વધી રહી છે વિકૃતિ જનમાનસે પાશ્ચાત્ય નકલથી,
થઈને માનવ સંસ્કૃતિ પુનઃ પ્રગટાવવાનો નિશ્ચય મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '