#KAVYOTSAV -2
★ના એક થયાં ના જુદાં..!!★
તું એક વહેતી નદી હતી ને હું એ નદી નો સ્થિર કિનારો..
સમય ની તપીશ માં તું મને મળ્યાં પહેલાં સુકાઈ ગઈ..
અને હું સ્થગિત એવો તારા સુધી આગળ પણ ના વધી શક્યો..
આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..
તું એક વસંત પહેલાં નું સુમન ને હું ભમરો બાગ નો..
મારા માટે તું ક્યારેય સંપૂર્ણ ખીલી ના શકી..
અને હું આદત થી મજબૂર બીજાં ફૂલ ને સુંધી પણ નાં શક્યો..
આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં...
તું હતી આકાશ નો ચાંદ ને હું ચકોર તારો..
મુજ ને દર્શન આપવા તું અમાસે ના નીકળી શકી..
અને હું તારી ઝંખના છતાંય તને શોધવા આકાશ ને આંબી ના શક્યો..
આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં.
તું ધરા તરસતી અને હું મહા મહિના નું માવઠું..
બીજા કોઈ પાણી થી તું તારી પ્યાસ બુઝાવી ના શકી..
અને હું મનભરી ને વરસ્યો છતાંપણ તને ક્યારેય તૃપ્ત નાં કરી શક્યો..
આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..
તું મધુર શર્કરા ને હું રહ્યો દર્દી ડાયાબિટીસનો
તું ક્યારેય મુજ શરીર માટે યોગ્ય સાબિત થઈ શકી..
અને હું તુજ વિના ક્યારેક કોઈ સ્વાદ ને માણી જ નાં શક્યો..
આમ જ તું અને હું ના એક થયાં ના જુદાં..
તું અરીસો કાચનો અને હું એમાં ઝીલાતું પ્રતિબિંબ..
તું ક્યારેય મુજ ને હમેશાં માટે તારા માં ના સમાવી શકી...
અને હું પણ મતલબી અંધકાર માં તુજ માં દેખાઈ ના શક્યો..
આમ જ હું અને તું ના એક થયાં ના જુદાં..
તું કોઈ જૂની પુસ્તક અને હું એનાં ભુલાયેલાં પ્રકરણ
તું ક્યારેક તારાં એ પ્રકરણો ને ફરી થી યાદ ના કરી શકી..
અને હું પણ જુનાં કાગળ જેમ ખુદ ને તારા માં ના સાચવી શક્યો..
આમ જ હું અને તું ના એક થયાં ના જુદાં.
તું દુલહન અને હું મહેંદી માં લખેલું નામ..
ક્યારેય તું જાહેર માં હાથ ખોલી એ નામ બતાવી ના શકી..
અને હું પણ નામ બનવા છતાં ગુમનામ બનતાં ખુદ ને અટકાવી ના શક્યો..
આમ જ તું અને હું નાં એક થયાં ના જુદાં..
-જતીન પટેલ(શિવાય)