આજે એક યાદો નું જુનું બોક્સ ખોલ્યું
નીકળ્યો તેમાંથી એક લાગણીભીનો કાગળ
જેના પર શાહી થી કોતારાયેલી હતી ન કહેવાયેલી સંવેદનાઓ
દોસ્તો સાથે વિતાવેલા અનમોલ સમય ની
સાક્ષી પુરી પાડતા જુના પુરાના બિલ
ડાયરી માં લખેલા નામો જે દિલ માં હમેશા
માટે કેદ થઈ ને રહી ગયા
સાચવીને રાખેલી એક જુની નોટ કે જેમાં
કોઈ ખાસ ને મળ્યા ની સુવાસ હજી પણ સચવાયેલી હતી
અને હતા જુના પુરાના ફોટા કે જે જિંદગી નો
સુંદર સમય વિતી ગયા ની સાક્ષી પુરાવતા હતા
બસ આ બધું જોતાં જોતાં આવી ગયું એક આંસુ
જે આ સુંદર વિતી ગયેલા સમય ની જેમ વહી ગયું..