Gujarati Quote in Poem by Shefali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV - 2

#લાગણી

ઈશ્વર મળી જાય છે...

નથી મળતો હાથની રેખાઓમાં જે સાથ એ યાદોમાં મળી જાય છે,
નથી હોતો તકદીરમાં જે પ્રેમ એ તસવીરમાં મળી જાય છે.

નથી મળતી જે નદી સમુદ્રમાં એ ધરાતળમાં ભળી જાય છે,
લાખ કોશિશ કરીને કિનારાને પામવાની અંતે લહેરો સાગરમાં ભળી જાય છે.

નથી ઊડી શકતું એ પક્ષી જે સમાજની બેડીમાં જકડાઈ જાય છે,
વિશાળ ગગનને પામવાની એની ઈચ્છા એના મનમાં જ જકડાઈ જાય છે.

નથી પૂરી શકાતી એ ખાઈ જે હૃદયના તળમાં પડી જાય છે,
પર્વતની ઊંચાઈએ પહોંચીને પણ મનુષ્ય એકલો પડી જાય છે.

નથી મળતો સ્નેહ બીજા ના સ્નેહમાં જે માતાના હાથમાં જ મળી જાય છે
હાથ પકડીને રસ્તો ચિંધનાર પિતામાં જ આમ તો ઈશ્વર મળી જાય છે.

શેફાલી શાહ
અમદાવાદ

Gujarati Poem by Shefali : 111156046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now