એ શમણી સાંજે સાથ તારો હતો,
જાણે દીલ મારૂ તારી માટે ધબકતું હતું,
એ ચા ની ચુસ્કી હોઠ ને અડતી હતી,
જાણે તને પણ ચા ની જેમ માનતો હતો,
એ મંદ મંદ પવન લહેરાતો હતો,
જાણે એ તારા માટે જ લહેરકી લાવતો હતો,
એ ચાંદ પણ અજવાળું કરતો હતો,
જાણે તને નીરખવા મને આમંત્રણ આપતો હતો,
એ યાદ પણ કેવી મીઠી આવે છે,
જાણે તું ત્યારે મારી પાસે જ હતી.