#કાવ્યોત્સવ - 2
મોત પહેલાં.....
એક આશ છે મારી તું જિંદગી,
પણ,
લાશ નથી બનવું મારે,
મોત પહેલાં.....
ચિતામાં તો એક ' દિ ' સળગવું રહ્યું મારું,
પણ,
રોજ રોજ નથી બળવું મારે,
મોત પહેલાં....
જીવનમાં અંધારુ ઘણું જ હોય તો
પણ,
અંધકાર (અમાસ)નથી બનવું મારે,
મોત પહેલાં...
કબર તો હંમેશા પથ્થરની જ હોય છે,
પણ,
પથ્થરો નથી બનવું મારે,
મોત પહેલાં...
અલ્પ જિંદગી રહી જ મારી,
પણ,
કદી અલ્પવિરામ નથી રહેવું મારે,
મોત પહેલાં...
ખબર છે મને વધતી ઉંમર છે મારી,
પણ,
જિંદગી બચી જેટલી હું શ્વાસે ભરી લવ,
મોત પહેલાં...
આમ જ દિવસો ઓછાં થાય છે જિંદગીનાં,
પણ
એ પળોને કિંમતી બનાવું,
મોત પહેલાં...