સપૂત ગાંધી જ્યાં અવતર્યા, ગરિમા ગુજરાતની.
અર્પી આઝાદી દેશને જંપ્યા, ગરિમા ગુજરાતની.
ભૂમિ છે સંતશૂરાનીને ઇતિહાસ જેનો ગૌરવવંતો,
સાગરકાંઠે સોમનાથે ઝઝૂમ્યા, ગરિમા ગુજરાતની.
આતિથ્ય અનેરું છે જેનું ઇશથી અધિક સરભરા,
વિવિધતામાં ઐકય સરજાયા, ગરિમા ગુજરાતની.
ઊભા અડીખમ રાય રણછોડ ડાકોરમાં સંગાથે,
લખતાં કવિવરો જ્યાં સંકોચાયા, ગરિમા ગુજરાતની.
પુરી સુદામા ખાતે કૃષ્ણસખા અજાચકવ્રત નિભાવે,
ટાળી દારિદ્ર્ય કૃષ્ણ હરખાયા, ગરિમા ગુજરાતની.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '