Gujarati Quote in Poem by BHAVESHSINH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંકોથી કેમ આંકુ તને ...
બેહિસાબ છે તું...


પામવા પ્રેમ પુષ્પનો જેમ ભમર પંકજમાં બીડાઈ છે..
આ કુદરતના અનંત પ્રેમની જેમ...
બેહિસાબ છે તું...


આંખના આંસુથી સમુદ્ર ક્યાં ભરાય છે....
પણ એ અશ્રુથી ભીંજાતી બીજી આંખોની જેમ...
ભલે થોડી પણ બેહિસાબ છે તું...


ખૂબ હોય છે દ્રશ્યમાન દ્રશ્યો રાત્રીના....
પણ જેમ ચકોરને મન ચંદ્ર...
એમ મારે મન બેહિસાબ છે તું..


લાગણીશીલ સબંધો જિંદગીમાં હોય છે અઢળક...
પણ અમુક જ હોય છે હૃદયમાં...
મારા આ હૃદયના ધબકારમાં પણ બેહિસાબ છે તું...


BHAVESHSINH

#kavyotsav -2

Gujarati Poem by BHAVESHSINH : 111155466
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now