#KAVYOTSAV -2
"અજવાળાનો અંધારો માણસ "
ગતિમાં જીવતો માણસ,
જીવનની ગતિમાં સઘળો બની ગયો,
ક્યાંક મારગમાં સૂતેલા ગલુડિયાને કચડીને,
જીવનની ગતિમાં આગળ વધી ગયો,
ત્યાંજ આંગણમાં સૂતેલા બીજા ગલુડિયાને પથ્થરથી કચડીને,
માનવતાની વાતમાં જીવદયાનો મારગ ભૂલી ગયો,
મરતા સંતાનોની કરુણ ચીખ સાંભળી,
માતાનાં મનમાં ફાળ પડી ગયો,
રડી દિન-રાત સંતાનોની યાદોને સાંકળી,
પણ જાણે માનવતાના કાળજામાં કાળ સમી ગયો,
જ્યાં રડી ત્યાં અશુભ સંક માની તેને ભગાવી,
જાણે અજવાળામાં માણસ આંધળો બની ગયો,
ક્યાંક ઈશ્વર પણ પૂછે આજ,ક્યાં ભૂલ કરી માનવ બનાવી?,
જ્યારે જોઈ અજવાળામાં માણસ આંધળો બની ગયો.