Gujarati Quote in Poem by Tanvi Tandel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

ઈશ્વર...
તમને કઈક પૂછવું છે....
તને જોયા વિના જ બધા તારી વાતો કરે છે.
કેટકેટલાં સ્ત્રોત્ર,ભજનો ગાય છે.
તો તું સાંભળે છે?...
હાથ જોડી જોડી પથ્થર પૂજતા માણસો,
તને દેખાય છે ને?
તારું મુકામ પોસ્ટ ક્યું છે હે?
તું મંદિર માં રહે છે??? કે પછી....
થોડાક મસ્જિદ ને ચર્ચમાં પણ તને શોધે છે.
જોયા વિના મૃગજળની વાત
કવિતામાં થાય તો ચાલે પણ...
તારી???
ગીતા,કુરાન,બાઇબલ વાંચીનેય
અમલ ક્યાં થાય છે....
તું તો જોતો હશે ને..
તારી જાદુગરી ...મનેય બતાવને.
હાર - તોરા લાઉં?
તું મૂર્તિમાં આરામ ન ફરમાવતો હો...
તારા હોવા ના હોવાની
તર્ક પૂર્ણ દલીલોમાં હું નથી પડતી.
હું તને પૂજ્યભાવે વળગી રહીશ.
તું આવશે એ શક્યતા સાથે,
ઈશ્વર ...તું આવીશ ને?????
- તન્વી કે ટંડેલ.

Gujarati Poem by Tanvi Tandel : 111155319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now