Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફળતા એનાં દ્વાર ખખડાવે, જે હિંમત કદી ના ગુમાવે.
સફળતા એનાં દ્વાર ખખડાવે, જે આફતને સદા પડકારે.

હરિવર હોય હરપળ સૌ હારે, શાને માનવ નબળું વિચારે.
સફળતા એનાં દ્વાર ખખડાવે, પુરુષાર્થીને વિજય સત્કારે.

ના હોય કોઈ કસોટી કદી ભારે, કરી યત્નને માનવ નિવારે.
સફળતા એનાં દ્વાર ખખડાવે, જે આપદાને અવસર ગણાવે.

ના સૂર નિરાશાના મુખે કદી લાવે, મુસીબતને મહેનતે હંફાવે.
સફળતા એનાં દ્વાર ખખડાવે, જે દુઃખમાંય મુખને મલકાવે.

જે કદીએ નિજ રાહ ના ભૂલાવે,જે પથ્થરમાં પ્રાણ પ્રગટાવે.
સફળતા એનાં દ્વાર ખખડાવે, જે જીતીને વિવેક ના ચૂકાવે.

ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111154459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now