*મળવાનું રાખોને યાર...!*

શ્વાસ પાછા નહીં મળે,
જિંદગી પાછી નહીં મળે,
તો પછી "મળવાનું" રાખોને યાર...!

મળી લ્યો જયારે પણ તક મળે,
રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?

ક્યારેક ડિનર રાખો,
ક્યારેક ફરવાનું રાખો,
નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!

કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે,
તો દરેક દિનનો હોય એક "યાર"...!

જીવન જો સંગીત છે તો અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય "યાર"...!

જીવન જો સંતાકૂકડી છે તો મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!

એક ચટાઈ, મનગમતો ખૂણો, થોડો નાસ્તો, ચાર ચા, ચાર મિત્રો...
આવી હોવી જોઈએ એક સવાર...!

શ્વાસ પાછા નહીં મળે,
જિંદગી પાછી નહીં મળે,
તો પછી મળવાનું રાખોને યાર...!

Asim Bakshi !!!

English Shayri by બાબા સત્સંગી : 111154457

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now