Gujarati Quote in Romance by રામાશ્રય જ્યુબીલી

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અદ્ભૂત નજારા હોય છે જ્યાં અવની આભનો સંગમ થાય છે.
અદ્ભૂત નજારા હોય છે જ્યાં ક્ષિતિજે ખુદ સૂર ડૂબી જાય છે.

મળે છે દિવસે ચાંદને સૂરજ કેવા નભોમંડળના ચંદરવા શોભાવતા,
અદ્ભૂત નજારા હોય છે જ્યાં રવિની હાજરીમાં ઘન વરસી જાય છે.

શોભે છે ગગને ઇન્દ્રધનુ સપ્તરંગી સજાવટ કરીને શણગારતાં વળી,
અદ્ભૂત નજારા હોય છે જ્યાં તરુવરનો લૈ સહારો વેલ વીંટળાય છે.

થાય છે સંગમ પરસ્પર બે ધબકતાં ઉરનું સૃષ્ટિ અલગ સરજનારું જે,
અદ્ભૂત નજારા હોય છે જ્યાં ખુદ પ્રભુ સામેથી ભક્તને ભેટી જાય છે.

નીકળી પિતૃગૃહેથી અંબુજા આશાભરી અબ્ધિની સમીપ જાય છે,
અદ્ભૂત નજારા હોય છે જ્યાં શશીકિરણો સમદરને સ્પર્શી મલકાય છે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Romance by રામાશ્રય જ્યુબીલી : 111153801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now