ઝંખના
માનવીની ઝંખનાના ઝંખવણાં થાય નહીં....
કેવી કેવી વિચિત્ર ઝંખના તેના આંકે તો અંકાય જ નહીં.
સમાજ મને સ્વીકારે, માન આપે તેવી મારી ઝંખના હોય તો,
હું જ બીજાનું અપમાન કરું તે વળી કેવી વિડંબણા!!!
દીકરો થશે તો ડોકટર અને દીકરી થશે તો નિપૂણ ગૃહિણી,
રે.....રે.....દરેક દંપતિની ઝંખના.
વહુ વારસદાર તરીકે દીકરો લાવે ...દાદા-દાદીની ઝંખનાં...
મારા પેટ સ્વસ્થ સંતાન આવે એક માતાની ઝંખનાં.....
રાખડી બંધાવવા મારો વીરો આવે એક બહેનીની ઝંખના...
રે.....રે.....દરેકની ઝંખના......
નાનપણમાં હું કાલીઘેલી સુંદર ભાષા બોલું,
મારા કુટુંબીજનો ની ઝંખના.
દરેક સ્પર્ધામાં અવ્વલ મારે જ જોડાવાનું,
મારા મિત્રોની ઝંખના.
દરેક વાત માની તેનો અમલ કરું ,
મારા વડીલોની ઝંખના.
આદર્શ વિદ્યાર્થી બનું..મારા શિક્ષકોની ઝંખનાં.
બોર્ડના પરિણામોમા મારા જ નામ નો ડંકો વાગે,
એક આદર્શ વિદ્યાર્થીની ઝંખના.
કોલેજમાં પાસિંગ માર્ક્સ આવે ...
એવી કોલેજીયન મોજી ની ઝંખના.
જી.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળતા મળે...
એ આજના યુવાગણની ઝંખના.
કોણ અહીં પૂછે મને મારી ઝંખના?????
બનવા ચાહું હું ફક્ત માનવી.....
ભૂલું કેમ હું માનવતા.....
આજ છે બસ મારી ઝંખના....
શું કોઈ પૂછે મને મારી ઝંખના?????????