પવન કરતાંય વધુ વેગથી પહોંચી જાય છે મન.
સુખ અને દુઃખના તફાવત જ્યાં થાય છે મન.
આમ તો મન એટલે વિચારોનું સંગ્રહસ્થાન છે,
દરેક કર્મના મૂળમાં સંમતિ એની હોય છે મન.
વિચારવું, સામ્યભેદ, પસંદ નાપસંદ સ્વભાવ છે,
હરહંમેશ સુખની પસંદગી જ્યાં કરાય છે મન.
જો બને મિત્ર આત્માનું કદી એ સખા થઈને કે,
દ્વાર ઉન્નતિનાં આપોઆપ ખુલ્લાં દેખાય છે મન.
ખૂબ જ કઠિન છે અંકુશમાં લેવું એને વશ કરી,
કરીને સંકલ્પ પુનઃ વિકલ્પમાં વળી ફસાય છે મન.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '