આંખો તણે આંસુ પાડવા હવે નીર રહ્યા નથી,
પ્રેમ ના તાંતણે બાંધે તેવા હવે દોર વધ્યા નથી,
આકાશ માં ઉડતા પક્ષી પણ ઉડી રહયા નથી,
છોડ માં ફૂલ હવે મેહકી રહ્યાં નથી,
લાગણી ના દરિયામાં જાણે ઓટ આવી ગઈ,
આજે પૃથ્વી માં માણસાઈ ની ખોટ આવી ગઈ,
રસ્તા પણ આજે ગરમી માં ઓગળી રહ્યા છે,
આગ થી નહીં પણ શબ્દો થી માણસો સળગી રહ્યા છે,
એટલે કહે છે અટલ....
આંખો તણે આંસુ પાડવા હવે નીર રહ્યા નથી,
પ્રેમ ના તાંતણે બાંધે તેવા હવે દોર વધ્યા નથી
---અમિત વડગામા "અટલ"