ભૂલી જઈ અવગુણો મારા માનવ જન્મ દેનાર તું!
કરુણા તારી કિરતાર કેવી આખરે સર્જનહાર તું!
હશે અપેક્ષા તારી થઈને માનવ કૈંક કરી છૂટીશ હું,
સ્વાર્થરત માયામાં ફસાયો તોય નારાજ ન થનાર તું!
ન કરી શક્યો કામ માનવતાનાં ભોગ ભોગવનાર હું,
અમીદ્રષ્ટિ તારી છે અવિનાશી હૈયે હેત ધરનાર તું !
ન આરાધી શક્યો અબ્ધિવાસી ના સમજનાર હું,
તોય ઔદાર્ય તારું કેવું હરિ આખરે તારણહાર તું!
ફસાયો કાવાદાવાને પ્રપંચમાં પૈસાને જ પામનાર હું,
દેજે સન્મતિ મુજને માધવ કોઈ ન હો હારોહાર તું!
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '