એક કલાકાર હતો રોજ નાટક માં કામ કરે. એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછ્યું કે નાટક માંથી તમે શું શીખ્યા? નાટકના કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે,નાટકમાંથી હું એક જ વસ્તુ શીખ્યો છુ કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે સ્ટેજ છોડી દેવાનું છે...!
આપણે કંઈ જ છોડતા નથી એટલે જ દુઃખી થઈએ છીએ.આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે.