તારા થી મળ્યા પહેલા ન હતું જાણ્યું કે
વિના વરસાદે પણ ભીંજવાય છે
લાગણી થી તરબોળ થઈને..
તારા થી મળ્યા પહેલા ન હતું જાણ્યું કે
સમય પળવારમાં પસાર થઈ જાય છે
તારી યાદો માં ખોવાઈને
તારા થી મળ્યા પહેલા ન હતું જાણ્યું કે
એકાદ ક્ષણ પણ દિવસ ને મધમધતી રાખે છે
તારી સાથે ગાળેલી
તારા થી મળ્યા પહેલા ન હતું જાણ્યું કે
કાંટાળો પથ પણ રોમાંચક લાગે છે
તારા સાથ ના સહારે
તારા થી મળ્યા પહેલા ન હતું જાણ્યું કે
રોજિંદી જિંદગી પણ આટલી ખુબસુરત છે
તારા પ્રેમ ના લીધે..
તારા થી મળ્યા પછી જ જાણ્યું કે
વય, અંતર, કાલ, જાતિ, બંધન થી પર થઈને
બે દિલ કાયમ માટે જોડાઈ જાય છે એકમેક ના થઈને...